દરેક પરણિત દીકરીને વારંવાર યાદ આવે છે મમ્મીની આ વાતો, લગ્ન પછી સમય લાગે છે ભૂલવામાં.
દરેક છોકરીઓ અમુક ઉંમર પછી પોતાના લગ્ન માટેના સપના જોતી હોય છે અને તે તેના લાઇફ પાર્ટનર વિશે વિચારતી હોય છે. જો કે લાઇફ પાર્ટનર વિશે છોકરીઓના મનમાં થતુ હોય છે કે, તેમને કેવો લાઇફ પાર્ટનર મળશે, સ્વભાવે કેવો હશે, મને સમજી શકશે કે નહિં જેવા અનેક પ્રકારના સવાલો છોકરીઓને થતા હોય છે.
આમ, આ બધી બાબત તો ઠીક પરંતુ છોકરીઓ જેટલી તેમના લગ્નની વાતને લઇને ઉત્સાહિત હોય છે તેટલી જ તે પોતાનું ઘર છોડીને જવા પર દુખી પણ એટલી જ હોય છે. આ દુખ દરેક છોકરીઓના ફેસ પર તમે લગ્ન સમયે અને લગ્ન પછી જોઇ શકો છો. દરેક છોકરી માટે તેની માતા એક સારી મિત્ર અને સલાહકાર હોય છે, જેમની સાથે તે તેની બધી જ વાતો શેર કરે છે. આ સાથે જ જો છોકરી કોઇ ખોટા માર્ગે જતી હોય તો તેમને સાચો માર્ગ બતાવનાર પણ એક માં જ હોય છે.
આમ, એક પુત્રીને તેની માતા સાથે ખૂબ જ લગાવ હોય છે જે લગ્ન પછી વાતે-વાતે તેને યાદ આવે છે. તો આજે અમે તમને કેટલીક એવી જ મુમેન્ટ્સ વિશે જણાવીશું જે લગ્ન પછી છોકરીઓ તેમની માતાને કઇ બાબતોમાં ખાસ યાદ કરતી હોય છે.
અઠવાડિયા પછી વાળમાં હેર ઓઇલ(ચંપી) કોણ કરી આપશે
દરેક છોકરીઓને લગ્ન પહેલા તેમની માતા તેમના માથામાં ચંપી કરી આપતી હોય છે. આમ, ચંપી કરવાથી તેઓ સ્ટ્રેસમાંથી બહાર આવી જાય છે અને તેમના આખા અઠવાડિયાનો થાક પણ ઉતરી જાય છે. જ્યારે છોકરી સાસરે જાય છે ત્યારે તેના હેરમાં ચંપી કરનાર કોઇ હોતુ નથી. માટે આ બાબતે છોકરી હંમેશા તેમની માતાને યાદ કરતી હોય છે.
સવારની ચા
છોકરીઓને તેમના મમ્મીની હાથની ચા બહુ ભાવતી હોય છે. આ માટે તેઓ હંમેશા તેમની બેડ ટીને યાદ કરતા હોય છે. સામાન્ય રીતે લગ્ન પછી છોકરીઓ તેમના માતાના હાથની બેડ ટી જરૂર યાદ કરતી હોય છે.
માંના હાથનુ જમવાનુ
માં જેવુ જમવાનું કોઇ બનાવી શકતુ નથી. લગ્ન પછી છોકરીઓ તેમના માતાના હાથનું જમવાનુ બહુ જ યાદ કરતી હોય છે. માં એ બનાવેલી કોઇ પણ રસોઇના સ્વાદમાં ખૂબ જ મીઠાશ હોય છે કારણકે ત્યાં લાગણીના સંબંધો કંઇક અલગ જ પ્રકારના હોય છે. આ સાથે જ માંની તુલના કોઇ પણ વ્યક્તિની સાથે કરી શકાતી નથી.
ડોક્ટર પણ બની જાય છે માં
માં એકમાત્ર એવી વ્યક્તિ છે જે પોતાની છોકરી જો બીમાર પડે તો તેને સૌથી વધારે ચિંતા થતી હોય છે. જો કે આ રીતની પરિસ્થિતિમાં માતાથી વધારે પોતાની છોકરીને કોઇ પણ સમજી શકતુ નથી. આમ, જ્યારે પોતાની દિકરી બીમાર પડે ત્યારે માતા તેના માટે ડોક્ટર બની જાય છે અને તેમની દિકરીને એક મિનિટ પણ તેમનાતી દૂર કરતી નથી.
દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.