જાણો અને ચેતી જાઓ, દરરોજ બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાવાળા મિત્રો માટે ખાસ ‘આ’ નુકસાન થઈ શકે છે.
આજકાલ અનેક છોકરીઓ જાતજાતની બ્યૂટી પ્રોડક્ટ્સનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતી થઇ ગઇ છે. જો કે બહારની પ્રોડક્ટ્સમાં અનેક પ્રકારના કેમિકલ્સનો વધુ પ્રમાણમાં ઉપયોગ થવાને કારણે તે તમારી સ્કિન તેમજ હેલ્થને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
એક અહેવાલ અનુસાર જો તમે આ બધી બ્યૂટી પ્રોડકટ્સનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો તેનાથી તમને સ્કિન કેન્સર થવાનુ જોખમ ખૂબ જ વધી જાય છે. આમ, જો તમે કોઇ પણ પ્રોડક્ટ્સને લિમિટમાં વાપરો છો તો તેનાથી તમારી સ્કિન ડેમેજ ઓછી થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે, બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાથી સ્કિનને શું થાય છે નુકસાન.
– તમને જણાવી દઇએ કે, આપણે સ્કિન પર વારંવાર જે ક્રીમ લગાવીએ છીએ એનાથી આપણે આપણા સ્કિનના જે નેચરલ છિદ્રો છે એને બ્લોક કરી દઈએ છીએ. એટલે એ છિદ્રોમાંથી સ્કિન માટે જે જરૂરી ઓઇલ હોય છે એ સ્કિનને મળી રહેતું નથી. એ ઓઇલ સ્કિનને ન મળવાને કારણે આપણને બ્લેક હેડ્સ, પિમ્પલ્સ જેવા સ્કિનના પ્રોબ્લેમ થાય છે.
– પરસેવાની દુર્ગંધને દબાવવા માટે આપણે જે ડીઓડરન્ટ કે પફ્યુર્મ વાપરીએ છીએ એ પણ જો અધિક માત્રામાં વાપરશો તો સ્કિન કાળી થઈ શકે છે.
– મેક અપની પણ એલર્જી થઈ શકે છે. તમે ગમે તે કંપનીની પ્રોડક્ટ લગાડશો તો એ તમને નુકસાન કરશે.
– તમે એ જ પ્રોડક્ટ વાપરો જેના માટે તમે કોન્ફિડન્ટ છો. બીજું, તમારે બીજા કોઈની પ્રોડક્ટ પણ ન વાપરવી જોઈએ. લિપસ્ટિક, આઇલાઇનર હોય કે આઇલેશિસ. ત્યાં સુધી કે કાંસકો પણ નહીં. કેમ કે આનાથી જલદી ઇન્ફેક્શન થઈ જાય છે. જેમ કે લિપસ્ટિક તમે બીજા કોઈની વાપરો અને જો તે વ્યક્તિને ટીબી હોય તો એ તમને પણ થઈ શકે છે. આ સિવાય બીજા કોઈનો કાંસકો વાપરવાથી જો તેને ડેન્ડ્રફ હશે તો એ ફંગલ ઇન્ફેક્શન છે, જે તમને પણ થઈ શકે છે. એટલે બીજાનો કાંસકો લેતાં પહેલાં એને બરાબર ધોવો. બીજાનો જ કેમ, આપણે પોતાનો પણ કાંસકો અઠવાડિયામાં બેથી ત્રણ વાર ધોવો જોઈએ.
– જે પણ બ્યુટી-પ્રોડક્ટ વાપરો એની એક્સપાયરી ડેટ જોવી જોઈએ. મેકઅપ કિટમાં પણ એવી ઘણી બ્યુટી-પ્રોડક્ટ છે જેને એક અથવા એકથી વધારે વર્ષો થયાં હોય. એવી પ્રોડક્ટને વાપરવી ન જોઈએ. કોઈ પણ બ્યુટી-પ્રોડક્ટને એક વર્ષથી વધારે ન વાપરવી જોઈએ.
– આપણે એક નેઇલ-પોલિશ કાઢી બીજી નેઇલ-પોલિશને તરત જ નખમાં લગાવી દઈએ છીએ. નેઇલ-પોલિશમાં એસિટોન હોય છે, જેનાથી નખની ઉપર જે નેચરલ મટીરિયલ છે એ ડેડ થઈ જાય છે. આથી નખ પીળા થઈ જાય છે અને એટલા કમજોર થઈ જાય છે કે નખ જલદી તૂટવા લાગે છે. એટલે નખને પણ શ્વાસ લેવા દેવો જોઈએ. એક વાર નેઇલ-પોલિશ કાઢ્યા પછી ચાર-પાંચ દિવસ પછી બીજી નેઇલ-પોલિશ લગાવવી. એસિટોન વગરની પણ નેઇલ-પોલિશ આવે છે એ લગાવવી. આ સિવાય સસ્તીનેઇલ-પોલિશ લગાવવી નહીં.
દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.