ગરમીમાં ડિહાઈડ્રેશનની સમસ્યાને ટાળવા નાના મોટા દરેકે ધ્યાનમાં રાખવી જોઈએ આ વાતો.
ગરમીમાં ડિહાઈડ્રેશનની સમસ્યાને ટાળવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું
એવું કહેવામાં આવે છે કે શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે, પાણી શરીરને ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચાવે છે, તો બીજી તરફ શરીરના કેટલાંક અંગોને ઓક્સિજન પહોંચાડવામાં પાણી બહુ મદદ કરે છે. એટલા માટે શિયાળો હોય કે ઉનાળો પાણી પર્યાપ્ત માત્રામાં પીવું બહુ જરૂરી છે, ત્યારે આપણું શરીર સારી રીતે કામ કરે છે.
સામાન્ય રીતે દિવસમાં 8 થી 9 ગ્લાસ પાણી પીવું દરેક વ્યક્તિએ પીવું જોઈએ, પરંતુ ગરમીમાં પાણી વધારે પ્રમાણમાં પીવું બહુ જરૂરી છે. કેમ કે, શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે બહુ બધો પરસેવો આપણા શરીરમાંથી નીકળે છે, જેના લીધે શરીરમાં પાણીની કમી થઈ શકે છે.
તેમજ અન્ય સમસ્યાઓ પણ થવાની સંભાવના વધી શકે છે. પરંતુ આપણે બધાએ પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે ગરમીમાં ક્યારે અને કેવું પાણી પીવું જોઈએ, જેથી પાછળથી કોઈ પ્રકારની સમસ્યા ન સર્જાય. તેમજ ડિહાઈડ્રેશનની સમસ્યાને ટાળવા માટે વધારે પ્રમાણમાં પાણી અને લીકવીડનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.
ક્યારે અને કેવું પાણી પીવું?
સવાર-સવારમાં ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવું બહુ જરૂરી છે તેનાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. તો બીજી તરફ ઘણી બધી વાર આપણે એક સાથે વધારે પાણી પી લેતા હોઈ છીએ, જે યોગ્ય નથી. હકીકતમાં ભોજન કર્યા પછી અડધો કલાક રહીને પાણી પીવું જોઈએ. તો કેટલાંક લોકો તડકામાંથી આવીને તરત પાણી પી લેતા હોય છે, જેનાથી લૂ લાગી શકે છે. તેવામાં થોડી-થોડી વારે પાણી પીવું. પહેલાં પોતાના શરીરને ઠંડુ કરવું. પછી ઠંડા પાણીની જગ્યાએ સાદુ પાણી પીવું. જો હાર્ટ બર્ન અથવા કબજિયાતની સમસ્યા રહેતી હોય તો લીંબુ પાણીનું સેવન કરવું.
દરરોજ કેટલા પ્રમાણમાં પાણી પીવું?
શારીરિક રૂપથી બહુ સક્રિય રહેવા અથવા પછી કસરત કરનારા લોકોએ અડધો લીટર પાણી કરતા વધારે પાણી પીવું જોઈએ, કેમ કે, ગરમીમાં શરીરમાંથી વધારે પરસેવો થતો હોય છે. તેવામાં ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવું.
-ડિહાઈડ્રેશન થાય ત્યારે શું કરવું ?
1. ડિહાઈડ્રેશનની સમસ્યા થાય ત્યારે તરત પાણીમાં થોડું મીઠું અને ખાંડ નાંખીને બરાબર મિક્સ કરીને પીવું.
2. દહીંની લસ્સી બનાવીને પીવાથી પણ ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે. તમે ઈચ્છો ચો છાશમાં મીઠું નાખીને પણ પી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.
3. ડિહાઈડ્રેશન થવાથી નારિયેળ પાણી પીવું જોઈએ. તે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.
– આ વાતનું રાખવું ખાસ ધ્યાન
- – પાણી પીતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એકજ વારમાં વધારે પાણી પીવું ન જોઈએ. આવું કરવાથી લોહિમાં સોડિયમનું સ્તર અચાનકથી થોડીક વાર માટે ઘટી જાય છે. જેથી થાક લાગે છે, નાકમાંથી લોહી આવે, ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે.
- – ઘણા લોકો તરસ લાગે ત્યારે પાણી પીતા હોય છે. તરસ લાગે કે ન લાગે દિવસમાં આઠ ગ્લાસ પાણી પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી સરળતાથી બચી શકાય છે.
- – પાણીની જગ્યાએ લોકો સોફ્ટ ડ્રિંક, બીયર, કોફી, સોડા અન્ય પદાર્થનું સેવન કરતા હોય છે. ભલે આ પદાર્થ પ્રવાહી હોય પરંતુ તેને પીવાથી પણ ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.