હિંગના તડકાવાળું ભોજન ખાવું વધારે પસંદ છે? તો ચેતી જજો. ઊભી થઈ શકે છે મુશ્કેલીઓ.

ઔષધીય ગુણોથી ભરપૂર હીંગનો ઉપયોગ ખાવાની સાથે સાથે કેટલીંક બીમારી દૂર કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. હીંગને મસાલામાં સૌથી ગુણકારી માનવામાં આવે છે. કેટલાક લોકોને તેની તીવ્ર સુગંધને ગમતી નથી પણ તેના ગુણો સામે તેને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિ જોઇએ તો પ્રાચીન સમયથી જ તેને આયુર્વેદમાં ખાસ જગ્યા આપવામાં આવી છે. શાકભાજીમાં તેને નાંખવાથી તેનો સ્વાદ તો વધે છે પરંતું તબિયત પણ સારી રહી છે.

તેમજ દાગ, ખાજ અને ખુજલી જેવા ચામડીના રોગો માટે પણ હીંગ અત્યંત ફાયદાકારક છે.હીંગ કોઈ પણ પ્રકારના દુખાવામાં રાહત આપે છે. હીંગથી માઈગ્રેનનો દુખાવો, દાંતનો દુખાવો, માસિક પીડા અને સામાન્ય માથાના દુખાવા જેવી સમસ્યાને દૂર કરી શકાય છે.

આ તો હતા હીંગના ફાયદા પરંત શું તમે જાણો છો કે તેનું સેવન તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. ખોટી રીતે હીંગનું સેવન એસિડિટી, સ્કિન એલર્જીથી લઈને લકવા સુધીની સમસ્યાનું કારણ બની શકે છે. આજે અમે તમને જણાવીશું હીંગના અયોગ્ય ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

-પેટમાં ગેસ

હીંગનાં ઘરેલૂ અથવા હર્બલ ઉપચાર કરવાથી તમારા પેટમાં ગેસ, ખાટા ઓડકાર, અને પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે હીંગ ખાતા પહેલાં કોઇ પણ નમકીનનું સેવન જરૂરથી કરવું.

-હોઠમાં સોજો આવી જવો

હીંગનું સીધું સેવન કરવાથી હોઠ પર સોજા આવી જાય છે, તેમજ હોઠં ફુલી જાય છે અને ઝણઝણાહટ જેવી સમસ્યાનું કારણ બને છે. આમ તો આ સમસ્યા થોડાક કલાકમાં દૂર થઈ જાય છે પરંતુ આવું ન થાય અથવા સોજા ન ઉતરે જો તરત ડોક્ટર પાસે જઈને સારવાર કરાવી.

-હાઈ અથવા લો બ્લડપ્રેશર

બ્લડપ્રેશરનાં દર્દીઓએ હીંગનું સેવન ક્યારે પણ ન કરવું જોઈએ. કેમ કે, તેનું સેવન બ્લડ પ્રેશર પર નકારાત્મક અસર કરે છે. એટલાં માટે બ્લડ પ્રેશરના દર્દીઓએ હીંગનું સેવન ન કરવું જોઈએ અથવા બહુ ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

-સ્કિનની સમસ્યા

કેટલાંક લોકોને હીંગનું સેવન કર્યા પછી તરત ત્વચા પર ચકામાં પડી જાય છે, સ્કિન લાલ થઈ જાય છે અને ખંજવાળ જેવી સમસ્યા થાય છે. જો થોડાક સમયમાં તે બરાબર ન થાય તો તરત ડોક્ટર પાસે તેનું નિદાન કરાવું.

-માથામાં દુઃખાવો અથવા ચક્કર આવવા

કેટલાંક લોકોને પેટની સમસ્યા દૂર કરવા માટે હીંગને વધારે પ્રમાણમાં લઈ લેતા હોય છે. પરંતુ તેનાથી તમને માથાનો દુઃખાવો, ચક્કર આવવા, ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બચવા માટે હીંગને ઓછી માત્રા અને પાણીની સાથે લેવી.

-પ્રેગ્નેંસી અને બ્રેસ્ટ ફીડિંગ

હીંગની તાસીર ગરમ હોય છે, જેનાથી પ્રેગ્નેંસીમાં તેનું સેવન કરવાથી મિસકેરેજ થવાની સંભાવના વધી જાય છે. જો તમે નવજાત શિશુને દૂધ પીવડાવતા હોય તો હીંગનું સેવન સારું નથી. આ પરિસ્થિતીમાં હીંગનું સેવન કરવાથી લોહી સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

-લકવો

જો તમને લકવો લાગ્યો હોય અથવા તમને સાંધાની કોઈ સમસ્યા હોય તો હીંગનું સેવન કરવાથી દૂર રહેવું. તેનાથી તમારી સમસ્યા વધશે. તે સિવાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી સંબંધિત સમસ્યા હોય ત્યારે પણ હીંગનું સેવન ન કરવું જોઈએ.

error: Content is protected !!