મધ અને લવિંગના ફાયદા હ્રદયથી લઈને અનેક ઇન્ફેકશનથી પણ તમને બચાવશે આ ઉપાય.
મધ અને લવિંગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેથી રોજ ¼ ચમચી લવિંગના પાઉડરમાં થોડું મધ મિક્ષ કરીને ખાવામાં આવે તો બહુ જ ફાયદા મળી શકે છે. આ બંને વસ્તુઓમાં રહેલાં અદભૂત ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. લવિંગમાં યૂજેનૉલ રહેલુ હોય ચે. જે સાઈનસ અને દાંતના દુખાવા જેવી મુશ્કેલીઓને દૂર કરવામાં સહાયક હોય છે. લવિંગની તાસીર ગરમ હોય છે શરદી ખાંસીમાં લવિંગની ચા પીવાથી ફાયદો મળે છે. એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘા ને જલ્દી ભરવામાં મદદ કરે છે. આ ઉપરાંત લવિંગની ચા પીવાથી અનેક પ્રકારની હેલ્થ સમસ્યા દૂર થાય છે.
વજન ઓછું કરવા માટે-
વજન ઓછું કરવા માટે દરરોજ મધ અને લવિંગનું મિશ્રણ પીવું જોઈએ. તેનાથી ઝડપથી વજન ઓછું થવા લાગે છે કારણે આ મિશ્રણથી મેટાબોલિટેજ રેટ ઝડપથી વધે છે. જેના લીધે વજન ઓછું થવા લાગે છે.
સ્કિનને ચમકદાર બનાવે છે-
મધ અને લવિંગ બંનેમાં એન્ટીબેક્ટિરિયલ પ્રોપર્ટીઝ હોય છે. તે સ્કિનને સોફ્ટ અને શાઈની બનાવવામાં મદદ કરે છે. તેમજ ખીલ અને ડાઘાની સમસ્યામાંથી છૂટકારો આપે છે. ખીલ થયો ત્યાં લવીંગનો પાવડર અને મધ મિક્સ કરીને લગાવાથી ખીલ એક જ મીનિટમાં ગાયબ થઈ જશે અને ડાઘ પણ નહીં પડે.
ઈન્ફેક્શનની સમસ્યાને દૂર કરવા-
લવિંગના પાઉડરને મધમાં બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવાથી શરીરમાં ઈમ્યૂનિટિ વધે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તે સિવાય શરદી- ખાંસી અને ઈન્ફેકેશનની સમસ્યાને દૂર કરે છે. તેમજ શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.
ઘા જલ્દી રૂઝાય છે
લવિંગમાં એન્ટીફંગલ પ્રોપર્ટીઝ હોય છે. આ ઘા જલ્દી ભરવામાં મદદ કરે છે. તેમજ જે જગ્યા પર વાગ્યુ હોય ત્યા લવિંગ અને મધનું મિશ્રણ લગાવવાથી ધા જલ્દી રૂઝાય જાય છે અને વાગ્યું હોત ત્યાં દુઃખાવો પણ નથી થતો અને બળતરા પણ નથી થતી.
કેન્સર સામે રક્ષણ-
તેમાં રહેલાં એન્ટીઓક્સિડેન્ટસ કેન્સર જેવી ગંભીર બીમારીને દૂર રાખવામાં મદદ કરે છે. દરરોજ લવિંગ અને મધના મિશ્રણનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પાણ સારું રહે છે અને કેટલીંક ગંભીર બીમારીથી પણ બચી શકાય છે.
હાર્ટની સમસ્યા-
લવિંગની ચા રોજ પીવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે અને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મળે છે. તે સિવાય મધ અને લવિંગ બંનેમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. જે હાર્ટની બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેમજ હૃદય સંબંધિત બીમારી થવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે.
એનર્જી માટે-
તેમાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ શરીરને અનર્જી આપવામાં મદદ કરે છે, તેમજ શરીરમાં ઉર્જા જળવાય રહે છે. શરીરને થાક નથી લાગતો લવિંગના પાઉડર અને મધને બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવાથી આખો દિવસ શરીરમાં તાજગી અનુભવાય છે.
ડાઈજેશન-
પાચનશક્તિને મજબૂત કરવા માટે અને ખોરાક જલ્દીથી પચી જાય તે માટે લવિંગ અને મધ એકદમ બેસ્ટ છે. તેનું સેવન કરવાથી મોઢામાં સલાઈલા બને છે. જેનાથી ડાઈજેશન સારું રહે છે. તેમજ પાચનતંત્ર મજબૂત રહે છે.
સાંધાનાં દુઃખાવામાં રાહત-
તેમાં રહેલાં એન્ટીઈન્ફલામેટરી પ્રોપર્ટીઝ હોય છે. જે સાંધાના દુઃખાવાને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ તનું સેવન કરવાથી સાંધાના દુઃખાવામાંથી જલ્દીથી રાહત મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
બ્લડ પ્રેશર-
તેમા મેગ્નેશિયમ હોય છે જે બીપીથી બચાવવામાં સહાયક હોય છે. સાથે તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. તેમજ લવિંગની ચા માં સેલાઈવા વધુ થાય છે. જેનાથી ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. સાથે તેના સેવનથી એસિડીટીની સમસ્યા દૂર થાય છે.
આંખની રોશની-
તેમા વિટામિન એ ની માત્રા વધુ હોય છે જે આંખની રોશનીને કાયમ રાખવામાં મદદ કરે છે. તેમજ આંખોમાં થતી બળતરાને પણ દૂર કરે છે. આંખોની રોશની વધે છે. તેમજ તેનું સેવન કરવાથી શરીરનુ બીપી ઠીક રહે છે અને ડાયાબિટીસથી રાહત મળે છે. તેથી રોજ લવિંગની ચા નું સેવન કરવાથી શરીરમાં રહેલ ટૉક્સિન્સ દૂર થાય છે અને લિવરની પ્રોબ્લેમ દૂર રહે છે.