રવિવારની સાંજે કરો આ અકસીર ઉપાય, ધનહાનિ, માનસિક શાંતિ અને દેવામાંથી મળશે મુક્તિ.
માન્યતા છે કે સૂર્યદેવને રવિવારના દિવસે જળ અર્પણ કરવાથી અને મંત્ર જાપ કરવાથી બધા જ પ્રકારની સમસ્યાથી છુટકારો મળી જાય છે. આમ તો રવિવારના દિવસે સૂર્યદેવને સવારમાં જ જળ અર્પિત કરવાથી જીવનની બધી જ મુશ્કેલીથી રાહત મળે જ છે પણ રવિવારના સાંજે પણ અમુક એવા ઉપાય છે જે કરવાથી જીવનમાં હમેશાં સુખ સમૃધ્ધિ બની રહે છે. તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે અહિયાં જણાવેલ ઉપાય કરશો તો ઘરમાં ચાલતા કોઈ કંકાશમાંથી પણ રાહત મળશે અને ઘરમાં સ્થાયી લક્ષ્મીની સ્થાપના થશે. ચાલો તમને જણાવી દઈએ એવા કામ જે તમારે રવિવાર સાંજે કરવાના છે.
1. જો કોઈ વ્યક્તિ રવિવાર સાંજે પીપળાના ઝાડ નીછે ચાર દિવેટવલો દીવો પ્રગટાવશે તો તેમને જીવનમાં હમેશાં સફળતા મળશે. આ સાથે જ ઘર અને સમાજમાં તેમને માન સન્માન મળશે. જો ઘરમાં લક્ષ્મીજી નિવાસ ના કરતાં હોય અથવા તો લાંબા સમયથી કોઈને આપેલ પૈસા પરત ના આવતા હોય તો આ ઉપાય અચૂક કરજો.
2. હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને બહુ જ પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે પીપળામાં બધા જ દેવી દેવતાઓ વાસ કરતાં હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે પીપળાના ઝાડ નીછે દીવો કરવાથી માન્યતા વધારે છે, પણ તમને જણાવી દઈએ કે રવિવારની સાંજે જો પીપળાના વૃક્ષ નીચે દીવો કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ અને માન સન્માન મળે છે. જે મિત્રો વેપાર કરી રહ્યા છે અને તેમને સફળતા નથી મળી રહી તેમને આ ઉપાય ખાસ કરવો જોઈએ.
3. રવિવારના દિવસે સુર્ય આરાધના અને ગંગાસ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. આ સિવાય તમારે રવિવારના સાંજે તમારે દાન પણ કરવું જોઈએ જેમાં તમારે કાળા તલ, કાળા કપડાં અને કાળી અડદની દાળ વગેરે જેવી કાળી વસ્તુઓ દાન કરી શકો. આમ કરવાથી તમને વિશેષ ફળ મળશે.
4. શનિવારનો દિવસ એ શનિદેવને પ્રસન્ન કરવા માટેનો બહુ ખાસ દિવસ માનવામાં આવે છે પણ તમને જણાવી દઈએ કે જો તમે રવિવારના દિવસે શનિ દેવની આરાધના કરો છો તો શનિદેવની કૃપા મેળવી શકો છો.
5. પૈસાની કમી બધાને જ હોય છે વધારે પૈસા કોને નથી જોઈતા હોતા. એટલા માટે એક કામ કરવાનું છે. શનિવારના રાત્રે સુવાના સમયે એક ગ્લાસ દૂધ તમારા પલંગ નીચે મૂકી દો અને પછી રવિવાર સવારે સ્નાન અને બધુ કામ પતાવીને તમારે આ દૂધ કોઈપણ બાવળના ઝાડને ચઢાવી દો. આ ઉપાય કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધારવા લાગશે અને તમારી મુશ્કેલીઓ ઓછી થતી જશે.
નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.