કોકોનટ ચટણી – ઇડલી ઢોંસા કે પછી કોઈપણ સાઉથ ઇંડિયન ફૂડ સાથે આનંદથી ખાઈ શકશો આ ચટણી.
દરેક પ્રકારના ફરસાણ સાથે સર્વ કરવામાં આવતી ચટણીઓ તેના સ્વાદને અનેક ગણો સ્વાદિષ્ટ બનાવે છે ચટણી વગર બધી જ વાનગીઓ અધુરી જ લાગે છે.
અહી હું સાઊથ ઇંડીયન વાનગીઓ જેવાકે ઢોસા, મેંદૂવડા, ઇડલી કે ઉત્તપા વગેરે સાથે સર્વ કરી શકાય તેવી ચટણીની રેસીપી આપી રહી છું. જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે ખાવાથી આ બધી વાનગીઓ ખરેખર ખૂબજ સાદિષ્ટ લાગતી હોય છે. તેથી ઢોસા, મેંદૂવડા, ઇડલી કે ઉત્તપા સાથે ખાવાથી ખૂબજ તેનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો મારી આ સાઉથ ઇંડીયન ચટણીની રેસિપિને ફોલો કરીને તમે બધા પણ સાઉથ ઇંડીયન વાનગી સાથે જરુરથી બનાવજો.
1: કોકોનટ ચટણી બનાવવા માટેની સામગ્રી:
- 1 કપ ફ્રેશ કોકોનટ ના બારીક ટુકડા અથવા
- ¾ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ લઇ ¼ કપ પાણીમાં 10-15 મિનિટ પલાળી લેવું
- 1 ટેબલ સ્પુન રોસ્ટેડ પીનટ ( રોસ્ટ કરીને ફોતરા કાઢી નાખવા )
- 1 ટેબલ સ્પુન દાળિયા – અથવા
- 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
- 1 ટેબલ સ્પુન રોસ્ટેડ પીનટ ( રોસ્ટ કરીને ફોતરા કાઢી નાખવા ),
- 2 કાપેલી ઓનિયન
- 2 ગ્રીન મરચા કાપેલા
- 1 નાનો પીસ આંબલી
- ½ ટી સ્પુન મીઠું
- ½ કપ વોર્મ પાણી
- 2 ટેબલ સ્પુન ઓઇલ
- 1 ટી સ્પુન રાઇ
- 1 લાલ સૂકું મરચુ લઇને તેના 2 મોટા પીસ કરી લેવા
- 5-6 મીઠા લીમડાના પાન
કોકોનટ ચટણી બનાવવાની રીત:
ગ્રાઇંડર જારમાં 1 કપ ફ્રેશ કોકોનટના બારીક ટુકડા અથવા ¾ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ લઇ ¼ કપ પાણીમાં 10-15 મિનિટ પલાળી લેવું, 1 ટેબલ સ્પુન રોસ્ટેડ પીનટ ( રોસ્ટ કરીને ફોતરા કાઢી નાખવા ), 1 ટેબલ સ્પુન દાળિયા – અથવા 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ, 2 પેટલ્સ ઓનિયન,2 ગ્રીન મરચા કાપેલા અને 1 નાનો પીસ આંબલી ઉમેરી બધું એકસાથે સરસથી સ્મુધ પેસ્ટ જેવું ગ્રાઇંડ કરી લ્યો.
હવે આ કોકોનટ ચટણીની પેસ્ટ એક બાઉલમાં કાઢી લ્યો. ત્યારબાદ એક પેનમાં કોકોનટ ચટણીના તડકા માટે 2 ટેબલ સ્પુન ઓઇલ મૂકો. ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન રાઇ ઉમેરી તતડવા દ્યો.
હવે તેમાં 1 લાલ સૂકું મરચુ લઇને તેના 2 મોટા પીસ કરી તેમાં ઉમેરો સાથે 5-6 મીઠા લીમડાના પાન ઉમેરી બધુ સાથે સાંતળો. હવે આ કરેલા તડકાને કોકોનટ ચટણીના બાઉલમાં ઉમેરી મિક્ષ કરી લ્યો. અથવા આ જ તડકાથી ગાર્નિશ કરો.
તો હોટેલ સ્ટાઈલ સાઉથ ઇંડીયન કોકોનટ ચટણી ઢોસા, ઇડલી, મેંદુવડા કે મદુરવડા કે ઉત્તપા સાથે સર્વ કરવા માટે રેડી છે. ખૂબજ ટેસ્ટી એવી આ ચટણી બાળકો તથા દરેક લોકોને પણ ખૂબજ ભાવશે.
સાભાર : શોભના વણપરિયા
યૂટ્યૂબ ચેનલ : Leena’s Recipes (અહીંયા ક્લિક કરો)
દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.