કાજુ – બદામ મેસુબ – જોઈને જ ખાવાનું મન થઇ જશે એવો બને છે આ મેસુબ.

મેસુબ કોઈપણ હોય નામ સાંભળતાની સાથે મોમાં પાણી આવી જ જાય. કાજુ અને બદામ ડ્રાય ફ્રુટ હોવાથી તેમાંથી બનતો મેસુબ ફાસ્ટિંગમાં તેમજ પ્રસાદમાં પણ ધરાવી શકાય. માત્ર ૩-૪ જાતની સામગ્રીમાંથી ખુબજ ઝટપટ બની જતો સ્વાદિષ્ટ અને જાળીદાર મેસુબ ખાસ કરીને તહેવારોમાં બનાવવામાં આવે છે. નાસ્તા સાથે સર્વ કરી શાકય છે અને ગીફ્ટ પેકિંગ કરને ફ્રેન્ડસ કે રીલેટીવ્સને ગીફ્ટ પણ કરી શકાય છે.

સામગ્રીના માપમાં પર્ફેક્ટ રહેવાથી અને કૂકીંગ પ્રોસેસમાં થોડો ખ્યાલ રાખવાથી આ મેસુબ સરસ ફ્લફી – જાળીદાર બનશે.

કાજુ – બદામનો મેસુબ બનાવવા માટેની સામગ્રી :

  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • 1 કપ સુગર
  • ½ કપ પાણી
  • 1 કપ ઘી + ½ કપ ગરમ ઘી
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • પિસ્તાના સ્લિવર્સ – ગાર્નિશિંગ માટે

કાજુ – બદામનો મેસુબ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ½ કપ બદામ અને ½ કપ કાજુ લઈને બન્નેને અલગ-અલગ ગ્રાઇન્ડર જારમાં ભરી પલ્સ પર ગ્રાઇંડ કરો. તેમ કરવાથી આલમંડ-કેશ્યુનો સરસ પાવડર બનશે અને તેમાંથી ઓઇલ રીલીઝ નહી થાય.

હવે જે પેન કે મોલ્ડમાં આલમંડ-કેશ્યુ મેસુબ ઢાળવો હોય તેને સારી રીતે ધીથી ગ્રીસ કરી લ્યો. હવે કાજુ – બદામના મેસુબની સૌ પ્રથમ ચાસણી બનાવો. તેના માટે એક થીક બોટમ વાળું પેન લઇ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકી તેમાં 1 કપ સુગર અને ½ કપ પાણી મિક્ષ કરી લ્યો.

હવે તેની 1 તારવાળી ચાસણી બનાવી લ્યો. બનેલી ચાસણીમાં કાજુ – બદામનો બનાવેલો પાવડર ઉમેરીને મિક્ષ કરી લ્યો.

કાજુ – બદામ નું મિશ્રણ અને ચાસણી મિક્ષ કરીને થોડી વાર સતત હલાવતા રહી કૂક થવા દો. એટલે તેમાં થોડા બબલ્સ થવાના શરુ થશે. એટલે તેમાં 1 કપ ઘી ઉમેરી દ્યો.

ઘી ગરમ થઈ મેલ્ટ થઈ જાય એટલે સ્લો ફ્લૈમ રાખી સતત એકજ ડીરેક્સનમાં હલાવતા રહો. સાથે એલચી પાવડર પણ ઉમેરીને મિક્ષ કરી લ્યો.

હવે મિશ્રણ થોડું વધારે કૂક થતા થોડા વધારે બબલ્સ બનવા લાગશે. અને થોડી વ્હાઇટનેસ આવશે, એ સમયે ½ કપ ઘી ગરમ કરીને તેમાં ઉમેરી દ્યો. તેમાં મિક્ષ કરી ઝડપથી સતત એકજ ડીરેક્સનમાં હલાવવાનું ચાલુ રાખો.

મેસુબનું મિશ્રણ એક્દમ ફ્લફી થઈ જાળીદાર બની જાય, થોડો કલર ચેંજ થઇ લાઈટ પિંન્ક કલર થશે.

હવે મેસુબનું મિશ્રણ પેન છોડવા લાગે અને તેમાંથી થોડું ઘી રીલીઝ થતું દેખાય એટલે તરત જ ફ્લૈમ બંધ કરીને ગ્રીસ કરેલી પ્લેટ કે મોલ્ડમાં કાજુ – બદામના મેસુબનું મિશ્રણ રેડી દ્યો.

તેની મેળે જ મોલ્ડમાં સ્પ્રેડ થઈ જશે. ઉપરથી પ્રેસ કરવું કે ટેપ કરવું નહી. તેમ કરવાથી જાળી બેસી જશે. આ સાથે તરત જ મેસુબ પર પિસ્તાના સ્લીવર્સ સ્પ્રિંકલ કરી ગાર્નીશ કરી લેવાથી સારી રીતે સ્ટિક થઈ જશે.

કટ કરતી વખતે તેમાંથી અલગ પડશે નહી. હવે મેસુબ 5 મિનિટ જેટલે ઠરે ત્યારબાદ તેમાં શાર્પ ચાપ્પુ વડે તમારી મનગમતી સાઇઝ્ના સ્ક્વેર કટ કરી લ્યો. ½ કલાક પછી કાજુ – બદામનાં મેસુબમાં પાડેલા કટ પર જ ફરીથી કટ પાડીને તેમાંથી મેસુબના પીસ અલગ પાડો .

આમ કરવાથી એકદમ સરસ સ્ક્વેર પીસ બહાર આવશે. હેલ્ધી અને ટેસ્ટી એવો આ કાજુ – બદામનો મેસુબ સર્વ કરવા માટે રેડી છે. ઠાકોરજીને પ્રિય એવો આ મેસુબ નાના મોટા દરેક લોકોને ખૂબજ ભાવશે.

આ મેસુબ એર ટાઇટ કેંન્ટીઈનરમાં રુમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરવાથી 15-20 દિવસ ફ્રેશ જ રહેશે. રેફ્રીઝરેટરમાં રાખવાની જરુર નથી. તો મારી આ રેસિપિ ફોલો કરીને તમે બધા પણ ચોકકસથી તહેવારોમાં બનાવજો.

યુટ્યુબ ચેનલ (વિડિઓ રેસિપી માટે અહીંયા ક્લિક કરો.)

આભાર : શોભના વણપરિયા

અવનવી રેસિપી અને વાતો સાથે ફરી મળીશું. અમારું પેજ લાઈક કરજો અને તમારા મિત્રોને પણ ફોલો કરવા જણાવજો.

error: Content is protected !!