નિષ્ફળતાનો પણ આનંદ હોય છે, સ્કૂલમાં પેન્સિલના છોળમાંથી રબર બનાવ્યું છે?
નિષ્ફળતાનો પણ આનંદ હોય છે, તસ્વીર જોઈને કશુંક યાદ તો આવ્યું જ હશે!
આ બાળપણની નિસ્વાર્થભાવની વાત છે. વર્ગમાં કોઈકે કહ્યું કે પેન્સિલના છોળા અને દૂધને ભેગાં કરી એને એક વાસણમાં એ મિશ્રણ ધટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું અને પછી એક નાની ડીશમા ઠારવા મૂકવું.બેત્રણ દિવસ પછી એનું પેન્સિલના લખાણને ભૂસવાનું રબ્બર બને છે.
જુનિયર વૈજ્ઞાનિકની જેમ ઘણાં નિષ્ફળ પ્રયોગ કર્યા પણ રબ્બર ક્યારેય ન બન્યું તે ન જ બન્યું. પણ એ નિષ્ફળ પ્રયોગનો આનંદ સ્મરણમાં હજી અકબંધ છે. અહી વાત આનંદની છે જેમાં પ્રયોગની સફળતા પ્રાથમિક નથી પણ એ માટે કરવામાં આવતી ગડમથલનો આનંદ જ અદભૂત હોય છે.
આવા ઘણાં નિષ્ફળ પ્રયોગો આનંદ અનુભવ કરાવી ગયા ને સ્મરણો મૂકતા ગયા. પણ નિષ્ફળતા હાથ લાગી એનો વસવસો ક્યારેય ચચર્યો જ નહિ એ વાતનો ગર્વ અનુભવતા મોટા થઈ ગયાં. આપણે ઘણાં બધાં પ્રયોગો નિષ્ફળ થવાના ડરથી હાથ પર લેતા નથી.
ક્યારેક કોઈ સંબંધ રચાવાની શક્યતા હોય તેવા પ્રયત્નો પણ આપણે નિષ્ફળતાના ડરથી જતાં કરીએ છીએ. મને એ રબ્બર બનાવાના પ્રયોગોની પર હસવાનું વધારે થઈ જાય છે .આ પણ એક આનંદ જ . તમે પણ એ પેન્સિલના છોળામાંથી રબ્બર બનાવવાનો નિષ્ફળ પ્રયોગ કર્યો હોય તો જરૂરથી હસી લેજો તમારી નિઃસ્વાર્થ માસૂમિયત પર.
આવજો.
અને છેલ્લે : પ્રયત્ન એ અર્ધી સફળતા છે. હારીને પણ જીતી જવા જેવી ફિલિંગ્સ દિલ સે
લેખક : (C) નરેન કે સોનાર ‘પંખી’
તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.